ગુજરાતમાં એસ.ટી વિભાગ માં ૧૫ દિવસ ના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાય છે.
તે માટેનું ફોર્મ અહી થી આપ ડાઉનલોડ કરી શકો છો.
HERE I POST REGULARLY JOB UPDATES LIKE NEW JOB,CALL LATER,RESULT,MATERIAL,E-PAPER LINK
ગુજરાતમાં એસ.ટી વિભાગ માં ૧૫ દિવસ ના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાય છે.
તે માટેનું ફોર્મ અહી થી આપ ડાઉનલોડ કરી શકો છો.
આજે ફરીથી એકવાર "બસ ની બારી એથી" માં મેટ્રો ની મજા..
મોદી સાહેબે ગુજરાત માટે જોવેલ સ્વપનાઓને દ્રઢ નિર્ધાર થી પરિપૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેમાંન એક પ્રોજેક્ટ એટલે મેટ્રો પ્રોજેક્ટ.
મેટ્રો ફેઝ 1 નું લોકાર્પણ 23/09/2022 નાં રોજ ભારત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને અમદાવાદ લોકો ને તેનો ચોકકસ ફાયદો થશે.
આજે દેશ માં મોટા ભાગના શહેરો ટ્રાફિક ની સમસ્યા થી પરેશાન છે. વસ્તી ની ગીચતા ને લીધે વાહનો માં વધારો થવાથી ટ્રાફિક, પ્રદૂષણ, જેવી સમસ્યા માં પણ વધારો થયો છે. ઇંધણ નાં ભાવ પણ વધી રહ્યા છે ત્યારે... દરેક પ્રજાજન નાં સમય અને નાણાં નો બચાવ થાય. તેને ધ્યાન રાખી ને સરકાર શ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ લોકો વળે તે માટે પ્રયત્નશીલ હોય છે. આજ ઉદ્દેશ થી ભારત સરકાર અને ગુજરાત સરકાર ના 50-50% નાં રોકાણ થી અમદાવાદ શહેર માટે મેટ્રો નો પ્રોજેક્ટ આપ્યો હતો. જેની પરિકલ્પના વર્ષ 2013 માં થયેલ અને ફેઝ 1 નું કામ 2022 માં પૂર્ણ કરી લોકાર્પણ થયેલ છે.
મેટ્રો ની સફર થી જોયું અને જાણ્યું કે...
સ્ટેશન પર ની સફાઈ...
ગુટખા... તમાકુ... સિગારેટ સાથે હોય તો ત્યાં જ સિકરિટી
ગાર્ડ લઈ લે છે...
એલિવેટર ની સગવડ...
પ્લેટફોર્મ પર પહોંચવા લિફ્ટ ની સગવડ
ટ્રેન પણ એટલી સ્વચ્છ અને સુઘડ.
અંદાજે અડધો કલાક ના અંતરે ટ્રેન ની મળી શકે છે.
જૂના અને નવા શહેર ને જોડતી કડી એટલે મેટ્રો.
લગભગ તેના રૂટ ના 22 સ્ટેશન અમદાવાદ ના મુખ્ય સ્થળ ને કવર કરી લે છે.
જૂની હાઇકોર્ટ એ ઇન્ટર ચેન્જ સ્ટેશન છે. જ્યાં થી લોકો ઇસ્ટ- વેસ્ટ કોરિડોર થી નોર્થ સાઉથ કોરિડોર તરફ જવું હોય તો આ સ્ટેશન થી ટ્રેન બદલવી પડે છે.
ઇસ્ટ વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ થી થલતેજ સુધી છે અને નોર્થ સાઉથ કોરિડોર APMC થી મોટેરા સ્ટેડિયમ સુધી છે.
સફર એકદમ આરામદાયક અને આનંદદાયક છે...
સસ્તુ ભાડું સિદ્ધપુર ની જાત્રા.
ઓછા માં ઓછી ટિકિટ ₹૫ અને વધુ માં વધુ ₹ ૨૫ છે.
એસી કોચ છે.
બસ એટલું ચોકકસ કહીશ કે પબ્લિક પ્રોપર્ટી છે જેટલી જાળવળ ની જવાબદારી ઓથોરિટી ની છે તેટલી પ્રજા ની પણ છે.
"બસ ની બારી એથી"... માં નરેશ ઠકકર ના જય હિંદ.
ગુજરાત ની પાવન ધરા પર અનેક તીર્થ સ્થાનો આવેલા છે. ગુજરાત રાજ્ય ના સરહદી વિસ્તાર એવા સાંતલપુર તાલુકા ના ચોરાડ પંથક માં આલુવાસ તીર્થ આવેલ છે.
આલુવાસ તીર્થ સ્થાન માં કપિલ ઋષિ એ આશ્રમ બનાવી સૌથી પ્રથમ તપસ્યા અહી કરી હતી. આજ સ્થાન પર પાંડવો જ્યારે અજ્ઞાત વાસ માં હતા. એ સમયે ગાયો ની ચોરી થતી પણ પાંડવો એ તે ગાયો ને અપહરણ કરી લઈ ગયા હતા તેમનાં સકંજા માંથી છોડાવી ને પરત લઈ ને જતા હતા ત્યારે ગાયો ને તરસ લાગી હતી પણ આસપાસ તો ચોતરફ પથરાળ જમીન હતી કોઈ જગ્યા એ પાણી ના હતું એટલે ભીમ એ તે સ્થાન પર તેમના ગુડા ના જોરદાર પ્રહાર કરી ત્યાં પાણી નીકળ્યું હતું અને આજે પણ આ ભીમ કુંડ ત્યાં મોજુદ છે અને અવિરત મીઠુ પાણી નીકળે છે. આ પવિત્ર પાણી ને બોટલ માં સંગ્રહ કરો તો પણ "ગંગા ના પાવન જળ" ની જેમ કંઈ થતું નથી. એમ કહી તો પણ કઈ ખોટું નથી. કે ભીમ એ સાક્ષાત ગંગા મૈયા ને આ વિસ્તાર માં લાવી પાવન કર્યો.
માતા દ્રોપદી ને એક ટેક હતી કે શિવ પૂજન વિના તેઓ અન્ન ગ્રહણ કરતા નહિ. પરંતુ આસપાસ આ નિર્જન વિસ્તાર માં કોઈ મંદીર ના હતું. તેથી માતા દ્રોપદી એ જાતે પોતાના હાથ થી શિવલિંગ બનાવ્યું અને પૂજન કર્યું. આજે પણ આ શિવલિંગ છે અને તેની પર આજે પણ આંગળા નાં નિશાન છે. જે ચંડેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.
આ તીર્થ સ્થાન પર ચોરાડ વાગડ વઢિયાર થરાદ પંથક સહિત અનેક લોકો અહી તર્પણ કરવા આવે છે. અહી માતૃ અને પિતૃ તર્પણ બન્ને થાય છે. અહી ભાદરવા વદ છઠ્ઠ એટલે કે કપિલા છઠ્ઠ ના દિવસે લોકમેળો ભરાય છે.
આ તીર્થ સ્થાન પર કપિલ ઋષિ તથા પાંચ પાંડવો અને દ્રોપદી નું મંદિર બન્યું છે જે હવે પૂર્ણતા ના આરે છે. કદાચ આ ગુજરાત નું પ્રથમ મંદિર બનશે જ્યાં પાંચ પાંડવોની મૂર્તિ હોય.
આ તીર્થ ના વિકાસ માટે લોકફાળો તથા સરકાર શ્રી ની ગ્રાન્ટ માંથી તર્પણ હોલ, તર્પણ ઘાટ નું નિર્માણ થયું છે. પરંતુ આ વિસ્તાર માં શિક્ષણ માં પછાત હોવાથી આ તીર્થ નો એટલો પ્રચાર થઈ શક્યો નથી. સરકારે પણ આ ટુરિઝમ પોઇન્ટ વિકસાવી શકાય તેમાં વિપુલ તકો રહેલ છે.
આજુબાજુ ના કેટલાંય ગામ માં વિદેશ થી લોકો ગ્રામ્ય સંસ્કૃતિ માળવા આવે છે. એશિયા નો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકા ખાતે આવેલ છે. સાંતલપુર ઘડુલી માર્ગ પણ પૂર્ણતા ના આરે છે ત્યારે કચ્છ વાગડ ના તીર્થ વ્રજવાણી, બેલા તેમજ હડપ્પન સંસ્કૃતિનું શહેર એટલે ધોળાવીરા, માતા ના મઢ જેવા સ્થાનો પણ નું અંતર ઘટી જતાં પ્રવાસન ક્ષેત્રે વિપુલ તકો રહેલ છે અને સાથે સાથે મન ભરી ને માળી શકાય તેવું રણ પ્રદેશ તો ખરોજ જ.
આ વિસ્તારના રાજકીય આગેવાનો આ તીર્થ સ્થાન ને ટુરિઝમ પોઇન્ટ તરીકે વિકસાવવા સબળ રજૂઆત કરે તો પ્રબળ શકયતા રહેલી છે અને લોકો ને રોજગારી ની તકો પણ રહેલ છે.
આલૂવાસ નો ઍક વિડિયો હવે પછી ની પોસ્ટ માં અપલોડ કરીશ.
જૉ યોગ્ય લાગે તો શેર કરજો.
પ્રથમ વખત લખવા નો પ્રયાસ કર્યો છે..કંઈ ફેરફાર ને પાત્ર હોય તો ચોક્કસ સજેશન કરજો.
....બસ ની બારીએ થી....
... નરેશ એચ. ઠકકર...રાધનપુર
ગુજરાતમાં એસ.ટી વિભાગ માં ૧૫ દિવસ ના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાય છે. તે માટેનું ફોર્મ અહી થી આપ ડાઉનલોડ કરી શકો છો. મુસાફરી પાસ નુ ફોર...